તાપી જિલ્લામાં ૧૭ મે થી ૩૧ મે દરમિયાન સ્વ-ગણતરી અભિયાન યોજાશે

0
vasti ganatri
Contact News Publisher

૧ જૂનથી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન ઘર-ઘર જઈ ઘરયાદી અને મકાન ગણતરી કરવાની કામગીરી હાથ ધરાશે

નાગરિકોને સચોટ માહિતી સાથે સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૫ : ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરીના ભાગરૂપે રાજ્યમાં સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયા તા. ૧૭ મે, ૨૦૨૬ થી તા. ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત નાગરિકો ઓનલાઈન માધ્યમથી પોતાની અને પરિવારની માહિતી સ્વયં નોંધાવી શકશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બનવા અને સચોટ તથા સંપૂર્ણ માહિતી આપવા અપીલ કરવામાં આવી છે. વસ્તી ગણતરીથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ વિકાસ યોજનાઓ, કલ્યાણકારી કાર્યક્રમો અને જાહેર સેવાઓના સુચારુ આયોજન માટે કરવામાં આવે છે.

સ્વ-ગણતરી માટે નાગરિકોએ https://se.census.gov.in પોર્ટલ પર જઈ નોંધણી કરવાની રહેશે. નોંધણી દરમિયાન મોબાઈલ નંબર પર મળેલ OTP દ્વારા ચકાસણી કર્યા બાદ રહેઠાણની વિગતો અને જરૂરી માહિતી ભરવાની રહેશે. તમામ વિગતો ચકાસી સબમિટ કર્યા બાદ નાગરિકોને H થી શરૂ થતો ૧૧ અંકનો SE ID નંબર મળશે, જેને સાચવી રાખવાનો રહેશે. ગણતરી અધિકારીઓ ઘર મુલાકાતે આવે ત્યારે આ SE ID રજૂ કરવાનો રહેશે.

ત્યારબાદ ઘરયાદી અને મકાન ગણતરી (HLO)ની કામગીરી તા. ૧ જૂન થી તા. ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન હાથ ધરાશે, જેમાં વસ્તી ગણતરી કર્મચારીઓ ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે.

સ્વ-ગણતરી કરવાની ક્રમવાર પ્રક્રિયા:- પોર્ટલ (https://se.census.gov.in) ની મુલાકાત લઇ વિગતો દાખલ કરો…ત્યાર બાદ કુટુંબની નોંધણી કરો, ભાષા પસંદ કરીને મોબાઈલમાં આવેલ OTP નાંખો, રહેણાંક સ્થળની વિગતો ભરો,નકશામાં લાલ માર્કરને તમારા ઘર પર ખેંચો અને સેવ કરો,ત્યારબાદ પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના સચોટ જવાબ ભરો, સ્કીન પર આવેલી માહિતીને ચકાસો અને સુધારો કરવાની જરૂર લાગે તો સુધારો કરો,માહિતીની સચોટતાથી ખાતરી થયે સબમિટ બટન પર ક્લિક કરો. સફળ સબમિશન બાદ H થી શરૂ થતો ૧૧ અંકનો નંબર (SE id) મળશે જેને સાચવીને રાખો,જ્યારે ગણતરીદાર તમારા ઘરે આવે ત્યારે તે H થી શરૂ થતો SE id નંબર તેમને આપો.

તાપી જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે, વસ્તી ગણતરી અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપી વસ્તી ગણતરી-૨૦૨૭ને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપે. તેમજ વસ્તી ગણતરી અંતર્ગત પ્રાપ્ત થતી તમામ માહિતી કાયદાકીય રીતે સંપૂર્ણ ગોપનીય રાખવામાં આવશે.એમ પ્રમુખ વસ્તી ગણતરી અધિકારી અને કલેકટર,તાપી વ્યારાની અખબારી યાદીમાં જણાવાયું છે.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *