સમાધાન સમારોહ અંતર્ગત તાપી જિલ્લામાં ૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન વિશેષ લોક અદાલત યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫ :- જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપી દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના માર્ગદર્શન હેઠળ “સમાધાન સમારોહ” ના ભાગરૂપે આગામી તા. ૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશેષ લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારો વચ્ચે પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા ઝડપી, સરળ અને સસ્તા દરે ન્યાય ઉપલબ્ધ કરાવવાનો છે. લોક અદાલત એ “લોકોની અદાલત” છે, જ્યાં પક્ષકારો, વકીલો અને ન્યાયિક તંત્રના સહયોગથી વિવાદોનો સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવામાં આવે છે.
આ વિશેષ લોક અદાલતમાં બેંકિંગ, મોટર અકસ્માત વળતર કેસો, ગ્રાહક સુરક્ષા બાબતો, ચેક રિટર્ન કેસો, પરિવારિક વિવાદો, મજૂર કાયદા સંબંધિત કેસો, જમીન સંપાદન બાબતો, સેવા સંબંધિત કેસો જેવા વિવિધ પ્રકારના કેસોમાં સમાધાનનો પ્રયાસ કરવામાં આવશે.
સર્વોચ્ચ ન્યાયાલયના માર્ગદર્શન હેઠળ રાજ્ય કાનુની સેવા સત્તા મંડળો તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળો દ્વારા સમાધાન યોગ્ય કેસોની ઓળખ, પક્ષકારોને નોટિસ પાઠવવી, પ્રિ-લોક અદાલત બેઠકો યોજવી, સમાધાન પ્રક્રિયા હાથ ધરવી તથા સંમતિપત્રોની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લાના જે પક્ષકારોના કેસો સર્વોચ્ચ ન્યાયાલયમાં પેન્ડિંગ હોય અને જેમાં સમાધાન થવાની શક્યતા હોય, તેઓએ પોતાના વકીલશ્રી અથવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપીનો સંપર્ક કરી વિશેષ લોક અદાલતનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.
વિશેષ લોક અદાલત દ્વારા લાંબા સમયથી પડતર વિવાદોનું ઝડપી અને સૌહાર્દપૂર્ણ નિરાકરણ લાવી શકાય છે, જેના પરિણામે પક્ષકારોના સમય અને ખર્ચની બચત થાય છે તેમજ માનસિક તણાવમાં પણ ઘટાડો થાય છે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપીના સંપર્ક નંબર ૦૨૬૨૬-૨૨૨૦૩૩ પર સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપીના સચિવશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
