સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુકરમુંડા તાલુકાના બહુરૂપાના ગ્રામજનોને જાગૃત કરાયાં
પ્લાસ્ટિક કચરા અંગે સમજ કેળવતા ગ્રામજનો, ડોર ટુ ડોર કલેક્શન થકી કચરા વ્યવસ્થાપન
—
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા. 08 :- કુકરમુંડા તાલુકાના બહુરૂપા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત આજે ગામમાં ‘ડોર ટુ ડોર’ કચરા કલેક્શનની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. પંચાયતના આ આયોજન હેઠળ ગામના પ્રત્યેક ઘરના આંગણેથી કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો, જેથી ગામમાં ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે સ્વચ્છતાના માપદંડો સુધારવાનો અને ગામને સંપૂર્ણપણે કચરામુક્ત બનાવી આદર્શ ગ્રામ બનાવવાનો છે. આ વ્યવસ્થિત કચરા કલેક્શન પ્રક્રિયાને કારણે સ્થાનિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગ્રામજનો હવે કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે નિયત કરેલી ગાડીમાં જ નાખવાની આદત કેળવી રહ્યા છે.
નોંધનીય છે કે, તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હવે જનભાગીદારીથી જનઆંદોલનમાં પરિણમી રહ્યુ છે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
