મઢી અને માંગરોલીયા રેલ્વે સ્ટેશન વચ્ચે માલગાડી ટ્રેન સામે આવી આપઘાત કરનાર અજાણ્યા યુવકના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં.૭૩/૨૦૨૬ બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ ના કામે મરણ જનાર એક અજાણ્યો ઇસમ ઉ.વ.૩૦ નાં આશરાનો રહે-જણાયેલ નથી. તા.૦૫/૦૫/૨૦૨૬ ના રોજ કલાક.૦૮/૨૦ વાગ્યા પહેલાં મઢી અને માંગરોલીયા રેલ્વે સ્ટેશન વચ્ચે કી.મી.ન-૪૦/૩-૫ વચ્ચે અપ રેલ્વે લાઇન ઉપર કોઇપણ અગમય કારણોસર માલગાડી ટ્રેન નં-DRD/7 માલગાડી ટ્રેનના એન્જીન આગળ આવી જઇ આપઘાત કરતા માથામા તથા હાથ ઉપર થયેલ ગંભીર ઇજાઓના કારણે બનાવના સ્થળે મરણ ગયેલ છે. જે મરનાર પુરૂષની લાશની ઓળખ થયેલ નથી. જે મરણ જનારની લાશનુ વર્ણન નીચે મુજબ છે. અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મરણ જનારનું વર્ણન :- એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૦ ના આશરાનો ઉંચાઇ:- ૫x૧* બાંઘો પાતળો રંગે- ઘઉં વર્ણનો.
મરનારે પહરેલ કપડાનું વર્ણન:- મરનારે બદનમાં સફેદ કલરની આડા પટ્ટાવાળી કાળા કલરની આખીબાયની ટી-શર્ટ, કમ્મરે કાળા કલરનું જીન્સ પેન્ટ તથા ગળી કલરનો જાગીયો છે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
