સોનગઢમાં ખેડૂતોએ મેળવી ઘનજીવામૃત અને જીવામૃત બનાવવાની પ્રાયોગિક તાલીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 05 :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં અછાલવા ખાતે તાજેતરમાં ખેડૂતો માટે વિશેષ પ્રાકૃતિક કૃષિલક્ષી તાલીમ શિબિર યોજાયો હતો. જેમાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટેના પાયાના ઘટકો એવા ‘જીવામૃત’ અને ‘ઘનજીવામૃત’ બનાવવાની જીવંત તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ સહિતના મિશ્રણથી તૈયાર થતા જીવામૃતના ફાયદા વિશે સમજણ આપવામાં આવી હતી. ખેડૂતોને આ ખાતર કેવી રીતે તૈયાર કરવું અને તેનો ખેતરમાં યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેનું પ્રેક્ટિકલ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતીના આ પ્રયોગોથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઝેરમુક્ત ખેતી પાક મેળવી શકાય છે તે બાબતે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સોનગઢ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંકલ્પ કર્યો હતો.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
