મોટા લીંબુ જેવું દેખાતું ‘પપનસ’ વિટામિન-સીનો ખજાનો
કેરી-ગાજરના અથાણાં તો ઘણા ખાધા પરંતુ, પપનસના અથાણાનો સ્વાદ હટકે
—
તાપી જિલ્લામાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરતા અતુલભાઈના ખેતરમાં ઔષધિય ગુણોથી ભરપુર પોમેલો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫ :- પ્રકૃતિના ખોળે વસેલો તાપી જિલ્લો તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. મુખ્ય વ્યવસાય ખેતી-પશુપાલન માટે જાણીતા વ્યારા તાલુકાના બેડકુવાદૂર ગામના પ્રગતિશીલ ખેડૂત અતુલભાઈ ચૌધરીએ સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યા છે.
તેમના ખેતરની મુલાકાત દરમિયાન એક એવું વૃક્ષ નજરે પડ્યુ, જે સ્વાદનું કેન્દ્ર બન્યું છે. આ ફળ એટલે ‘પપનસ’ (પોમેલો). સામાન્ય રીતે લીંબું જેવું દેખાય છે પરંતુ કદમાં મોટું હોય છે.આપણે કેરી-લીંબુ કે ગાજરના અથાણાં ખાતા હોઈએ છીએ, પણ અતુલભાઈના ખેતરમાં ઉગેલા પપનસનું અથાણું કંઈક ખાસ છે.
દેખાવમાં મોટા લીંબુ જેવું લાગતું આ ફળ વિટામિન-સી થી ભરપૂર હોય છે. અતુલભાઈએ જણાવ્યુ કે, તેમના ખેતરમાં આ વૃક્ષ વર્ષોથી છે અને તે પરિવાર માટે એક આશીર્વાદ સમાન છે. સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. પથરીના દર્દીએ આ ફળનું રસ પાણીમાં ખાલી પેટે પીવાથી પથરી પડી જવા અંગે પણ તેઓએ જણાવ્યુ હતુ. તેઓ આ વૃક્ષને પરિવાર માટે એક આશીર્વાદ સમાન ગણાવે છે.
અતુલભાઈના ઘરે આ પપનસમાંથી ખાસ પદ્ધતિથી અથાણું તૈયાર કરવામાં આવે છે. તેમના દ્વારા તૈયાર પપનસના અથાણાનો સ્વાદ એટલો અદભૂત હોય છે કે, એકવાર ચાખ્યા પછી બીજી વાર ખાવાનું મન ચોક્કસ થાય.
તેઓએ કહ્યુ કે, આ અથાણું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પાડોશીઓ અને પરિચિતો પણ અથાણું બનાવવા લઈ જાય છે. ટૂંકમાં આ ફળમા પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી છે જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
