રાજકીય કારકિર્દીની પ્રથમ પરીક્ષા પાસ કરનાર કિરીટ પટેલનું ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું

0
IMG-20260430-WA0006
Contact News Publisher

શિક્ષણલક્ષી કાર્યોમાં અગ્રેસર કિરીટ પટેલની મતદારોએ નોંધ લીધી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત મુળદ સીટ પરથી ભવ્ય વિજય હાંસલ કરનાર પ્રજાવત્સલ અને શિક્ષણપ્રેમી કિરીટભાઈ જયંતિલાલ પટેલ (ગામ-સ્યાદલા) નું આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે જણાવ્યું કે કિરીટભાઈ પટેલે 2026 ની ચૂંટણીમાં મુળદ સીટ પરથી જે ભવ્ય જીત મેળવી છે તે તેમની લોકસેવા અને સ્વચ્છ છબીનું પ્રતિબિંબ છે. શિક્ષક સાથે સંગઠનનાં જાગૃત પ્રહરી તરીકે તેમણે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ્ય વિકાસનાં ક્ષેત્રે જે કામો કર્યા છે તેની નોંધ સમગ્ર શિક્ષક આલમ સહિત સમગ્ર તાલુકાએ લીધી છે. આ તકે ખાસ ઉપસ્થિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા તેમજ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં કિરીટભાઈ પટેલનાં વ્યક્તિત્વની સરાહના કરી તેમની ભવ્ય જીત માટે અભિનંદન પાઠવ્યા હતાં.
સન્માનનો પ્રતિભાવ આપતા કિરીટભાઈ પટેલે જણાવ્યું કે શિક્ષક એ સમાજનો સાચો ઘડવૈયો છે. હું પોતે એક ખેડૂત પુત્ર છું અને શિક્ષણનું મહત્વ સારી રીતે સમજું છું. આ ચૂંટણીમાં મુળદની જનતાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો તેને હું મારા છેલ્લા શ્વાસ સુધી નિભાવીશ. મારા મત વિસ્તારને સુવિધાઓથી સમૃદ્ધ કરવો એ મારો સંકલ્પ છે. તેમણે ઉમેર્યુ હતું કે શિક્ષક સંઘે કરેલું આ સન્માન મારા માટે નહીં, મુળદની જનતાનું સન્માન છે.
પ્રારંભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. આભારવિધિ સંઘનાં ઉપપ્રમુખ સતિષ પરમારે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારૂંડી પ્રાથમિક શાળાનાં આચાર્ય રાકેશ મહેતાએ કર્યુ હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other