ઉચ્છલ ખાતે શેરી નાટક દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપતા વિદ્યાર્થીઓ

0
IMG-20260424-WA0001
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 24 :- તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે ‘સ્વીપ’ કાર્યક્રમ હેઠળ અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ ઉચ્છલ તાલુકાના વિદ્યાર્થીઓએ જાહેર સ્થળો પર પરંપરાગત શેરી નાટક રજૂ કરીને ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.

લોકોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ વધે અને દરેક નાગરિક પોતાની ફરજ સમજીને મત આપવા જાય તેવા ઉમદા આશયથી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સુંદર નાટ્ય પ્રસ્તુતિ કરી હતી. આ નાટક દ્વારા “મારો મત, મારો અધિકાર” અને “ચૂંટણીમાં અચૂક મતદાન” જેવા સંદેશાઓ ખૂબ જ સરળ શૈલીમાં સ્થાનિક બોલી અને સંવાદો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા હાલમાં જિલ્લાભરની શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને રેલીઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓ પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે.

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મતદારોને જાગૃત કરવા માટે શેરી નાટક જેવા અસરકારક માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને સ્થાનિક લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *