ડોલવણ તાલુકાના આસોપાલવ ગામના ત્રણ રસ્તા પાસેથી ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ જીલેટીન સાથે એકને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કે.ડી.મંડોરા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સૂચના અને એન.પી. ગરાસીયા પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દાઉદભાઇ ઠાકોરભાઇ, અ.હેડ.કોન્સ કમલેશભાઇ કુષ્ણાભાઇ, અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ તથા આ.પો.કો વિપુલભાઇ રમણભાઇ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. દાઉદભાઈ ઠાકોરભાઇ તથા અ.હે.કો. શરદભાઈ સુરજીભાઇને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મોજે, કરંજખેડ તરફથી એક ઇસમ બ્લ્યુ કલરના ટ્રેકટર સાથે ડ્રીલ કમ્પ્રેશર મશીન ફીટ કરેલ છે. જેમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે જીલેટીન સ્ટીક લઇને ચાકધારા ત્રણ રસ્તા તરફ જવાનો હોય. તેવી બાતમી હકીકતનાં આધારે મોજે આસોપાવ ગામના ત્રણ પાસેથી કરંજખેડ ગામ તરફ જવાના જાહેર રોડ ઉપર પોલીસ માણસો વોચ તપાસમાં હતા તે દરમ્યાન ફોર્ડ કંપની-3600 ટ્રેકટર ડ્રીલ કમ્પ્રેશર મશીન ફીટ સહીતનુ રજીસ્ટર નંબર GJ-05 AA-0015 લઇને મહેશભાઇ શંકરભાઇ કોટવાળીયા ઉ.વ.૨૦ રહે.જામણકુવાગામ દાદરી ફળિયા તા.સોનગઢ જી.તાપી આવેલ તેના કબજાના ફોર્ડ કંપની-3600 ટ્રેકટર સાથે કમ્પ્રેશર મશીન ફીટ તેની ઉપર લોખંડની પેટીમાંથી માંથી ઝીલેટીન સ્ટીક નંગ-૩૨૯ કિંમત રુપીયા-૬૫,૮૦૦/- તથા બ્લાસ્ટીક કરવા માટેની રીમોટ વાળી ઇલેકટ્રીક કેપ નંગ-૦૮ કિંમત રૂપિયા-૮૦૦/-તથા ખાલી વાટ નંગ-૧૦ કિંમત રૂપિયા ૩૦૦/- તથા બ્લાસ્ટીક કરવા માટે ની વાટ આશરે ૧૫ મીટર કિંમત ૭૫૦/-તથા બ્લાસ્ટીક કરવા માટેનુ રીમોટ નંગ-૦૧ કિંમત રૂપિયા ૧૦૦૦/-તથા બ્લાસ્ટીક કરવા માટેનો લાલ વાયર આશરે ૪૨૦ મીટર કિંમત રૂપિયા ૮,૪૦૦/- તથા વીવો કંપની નો મોબાઇલ નંગ-૦૧ કિંમત ૫૦૦૦/- તથા ફોર્ડ કંપની-3600 ટ્રેકટર ડ્રીલ કમ્પ્રેશર મશીન ફીટ કરેલ છે. જેનો રજીસ્ટર નંબર GJ-05 AA-0015 કિંમત રૂપીયા-૨,૦૦,૦૦૦/-નો ગણી કુલ્લે કિંમત રૂપિયા ૨,૮૨,૦૫૦/- નો મુદ્દામાલ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરી પોતાની તેમજ અન્યની જીંદગી જોખમાય અને જાનમાલને નુકસાન થાય તે રીતે રાખી પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં ડોલવણ પો.સ્ટે.મા ગુનો દાખલ કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
(૧) કે.ડી. મંડોરા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપી, (૨) એન.પી. ગરાસીયા પોલીસ સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપી, (૩) એ.એસ.આઇ. દાઉદભાઈ ઠાકોરભાઇ, એસ.ઓ.જી. શાખા તાપી, (૪) અ.હે.કો. કમલેશભાઇ કુષ્ણાભાઇ, એસ.ઓ.જી. શાખા તાપી, (૫) અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ, એસ.ઓ.જી. શાખા તાપી. (૬) આ.પો.કો.વિપુલભાઇ રમણભાઇ, એસ.ઓ.જી. શાખા તાપી
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
