જુગારના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ.ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય આજરોજ વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહને મળેલ સંયુકત બાતમી આધારે મૌજે ઇંદુ બ્રીજ પાસેથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ જુગારધારા હેઠળના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપીઓ (૧) બ્રીજેશભાઇ બહાદુરભાઇ ગામીત ઉ.વ.૨૮ રહે.ખુરદી ચુલા ફળીયુ તા.વ્યારા જી.તાપી (૨) પરેશભાઇ અરવિંદભાઇ ઉર્ફે જાનીયા ગામીત ઉ.વ.૨૬ રહે.ખુરદી ચુલા ફળીયુ તા.વ્યારા જી.તાપીને તા.૧૪/૦૪/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. લેબજીભાઇ પરબતજી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, હસમુખભાઇ વિરજીભાઇ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
