વાલોડ પોલીસની મોટી સફળતા ધામોદલાથી ઝડપાયેલ ગૌમાંસના ગુનામાં સંડોવાયેલા ૪ આરોપીઓની અટકાયત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત્ તા.૦૩/૦૨/૨૦૨૬ના રોજ વાલોડ તાલુકાના ધામોદલા ગામે પટેલ ફળિયામાથી પસાર થતા ધામોદલા ગામ થી ડુંગર ગામ જતા રોડ ઉપર એક બોલેરો પીક અપ ગાડી રજી.નં.MH21BH2329માં છુટા માંસના મોટા ટુકડાઓ તથા કંતાનના મોટા કોથળાઓમા ગૌમાંસ કુલ ૨૬૯૦ કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવતા ગુનો દાખલ થયો હતો જેની વધુ તપાસ શ્રી એમ.એમ. ગીલાતર પોલીસ ઇન્સ્પેક્ટર વાલોડ પોલીસ સ્ટેશનએ સંભાળી લીધેલ છે.

આ ગુનાના કામે ટેકનિકલસોર્સ તેમજ હ્યુમનસોર્સના આધારે આરોપીઓ વિરુધ્ધ પુરાવા એક્ત્રીત કરવામાં આવેલ અને આ કામે ગુનામાં સંડોવાયેલ આરોપી (૦૧) ડેવિડભાઇ ઉર્ફે દેવળ સખારામભાઇ ગામીત ઉ.વ.૨૮ રહેવાસી અગાસવાણ ગામ આંબા ફળીયુ તા.સોનગઢ જી.તાપી તથા (૦૨) સૈયદભાઈ ઉર્ફે સાહિલ દાઉદભાઇ ગામીત ઉ.વ.-૪૫ રહેવાસી વાઘપાણી ગામ ઉપલુ ફળીયુ તા.વ્યારા જી.તાપીને તા.૩૧/૦૩/૨૦૨૬ના રોજ તથા (૦૩) હનિફ ઉર્ફે તૌસીફ રફિક સૈયદ ઉ.વ.-૨૮ રહેવાસી બી ૨૧ મીઠીખાડી બેટી કોલોની લીંબાયત સુરત શહેર તથા (૦૪) સફિક રફિક સૈયદ ઉ.વ.-૩૫ રહેવાસી બી ૨૧ મીઠીખાડી બેટી કોલોની લીંબાયત સુરત શહેરને તારીખ ૦૧/૦૪/૨૦૨૬ના રોજ અટકાયત કરવામાં આવેલ છે અને તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી આરોપીઓના ગુનાના કામે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે.

પકડાયેલ આરોપી વિરૂદ્ધ અગાઉ દાખલ થયેલ ગુનાની વિગત :-

(૦૧) સફીક રફિક સૈયદ ઉ.વ.-૩૫ રહેવાસી બી ૨૧ મીઠીખાડી બેટી કોલોની લીંબાયત સુરત શહેર

(1) સુરત શહેર ખટોદરા પો.સ્ટે સે પાર્ટ ગુ.ર.નં ૦૯૪૮/૨૦૧૪ ભારતીય દંડ સંહિતા અધિ ૨૭૯, ૪૨૭ તા.૧૦/૦૬/૨૦૧૪

(2) સુરત શહેર લિબાયત પો.સ્ટે ગુ.ર.નં ૧૧૨૧૦૦૨૫૨૫૪૩૭૭/૨૦૨૫ ગુજરાત પોલીસ અધિ ૧૯૫૧ની કલમ ૧૪૨ તા. ૨૯/૧૦/૨૦૨૫

(3) સુરત શહેર લિંબાયત પો.સ્ટે ગુ.ર.નં ૧૧૨૧૦૦૨૫૨૫૪૩૮૯/૨૦૨૫ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૪૨ મુજબ

(4) સુરત શહેર લિંબાયત પો.સ્ટે ગુ.ર.નં ૧૧૨૧૦૦૨૫૨૪૩૯૦૯/૨૦૨૫ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) તા.૧૨/૧૦/૨૦૨૪ મુજબ

(5) ઓલપાડ પો.સ્ટે સુરત ગ્રામ્ય સે પાર્ટ ગુ.ર.નં ૧૭૯/૨૦૧૫ પશુ સંરક્ષણ અધિ ૨૦૧૧ની કલમ ૫, ૬, ૮ મુજબ તથા પશુ પ્રત્યેનો ઘાતકીપણ્ અટકાવવાની કલમ ૧૯૬૦ની કલમ ૧૧(1), ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૪ ૪૨૯ મુજબ તા.૦૭/૦૯/૨૦૧૫

(6) ઓલપાડ પો.સ્ટે સુરત ગ્રામ્ય પાસા નં ૧૩/૨૦૧૫

(૦૨) હનિફ ઉર્ફે તૌસીફ રફિક સૈયદ ઉ.વ.-૨૮ રહેવાસી બી ૨૧ મીઠીખાડી બેટી કોલોની લીંબાયત સુરત શહેર

(1) સુરત શહેર પુણા પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં. 11210046240771 /2024 ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ની કલમ ૬(એ),૮ વિગેરે

આરોપીઓને પકડી પાડી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :-

(૧) શ્રી, એમ.એમ.ગીલાતર પોલીસ ઇન્સ્પેક્ટર વાલોડ પોલીસ સ્ટેશન, (૨) ASI યોગેશભાઇ રોહીદાસભાઇ, વાલોડ પોલીસ સ્ટેશન, (3) HC ધર્મેશભાઇ ઉમેશભાઈ, વાલોડ પોલીસ સ્ટેશન, (૪) HC રમેશભાઇ સુખદેવભાઇ, વાલોડ પોલીસ સ્ટેશન, (૫) HC શૈલેષભાઇ રમેશભાઇ, વાલોડ પોલીસ સ્ટેશન, (૬) PC યાકુબભાઇ આનંદભાઇ, વાલોડ પોલીસ સ્ટેશન, (૭) PC મણીલાલ ઉકાજીભાઇ, વાલોડ પોલીસ સ્ટેશન, (૮) PC ભરતભાઇ જયંતભાઉ, વાલોડ પોલીસ સ્ટેશન, (૯) PC દિગ્વીજયસિંહ કોદરસિંહ, વાલોડ પોલીસ સ્ટેશન, (૧૦) PC રામાભાઇ ભુપેન્દ્રભાઇ, વાલોડ પોલીસ સ્ટેશન

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other