ભાંડુત ગામનાં કીર્તન પટેલે પોતાનાં જન્મદિવસને અનોખી રીતે ઉજવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવવા માટેનું એક સુંદર ઉદાહરણ ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામે જોવા મળ્યું. ગામનાં દીકરા કિર્તન પટેલે પોતાનાં જન્મદિવસ પ્રસંગે કેક કાપવાને બદલે ગરીબ બાળકો અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવાનો નિર્ણય કર્યો. એ માટે તેણે ગરીબોને રોજિંદી જરૂરિયાતની સામગ્રી ચોખા, દાળ, લોટ, તેલ વગેરે વિતરિત કરી ધન્યતા અનુભવી. કેક વગેરેનો ખર્ચ બચાવીને એજ રકમથી જરૂરિયાતમંદ લોકોને પ્રસન્ન કરવામાં આવ્યા. તેણે ગરીબ બાળકો સાથે સમય વિતાવીને તેમની સાથે ખુશીઓ વહેંચી હતી. તેનાં જન્મદિવસની આ અનોખી ઉજવણી માત્ર આનંદ પૂરતી નહોતી, પરંતુ માનવતા અને સેવા ભાવનાનો ઉત્તમ સંદેશ આપતી બની.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *