આર્મ્સ એક્ટના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નિઝર પોલીસ
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : સુ.શ્રી. એમ.ડી. વિઠ્ઠલપરા પોલીસ ઈન્સ્પેકટર, નિઝર પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.કો. મેહુલભાઈ અરવિંદભાઈ, પો.કો. કલ્પેશભાઈ મસાભાઈ, પો.કો. મનોજભાઇ વિરસંગભાઇ તથા પો.કો. મુકેશકુમાર સેંધાજી નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના વ્યાવલ નાકા પોઈન્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો. મેહુલભાઈ અરવિંદભાઇ તથા પો.કો. કલ્પેશભાઈ મસાભાઈને સયુક્ત ખાનગી બાતમી હકીકત મળેલ કે, નિઝર પો.સ્ટેશનમા નોંધાયેલ આમર્સ એકટ હેઠળના ગુનાનો વોન્ટેડ આરોપી – રમેશકુમાર ઉર્ફે રાકેશ વિંદા રાય ઉ.વ.૪૧ ધંધો-મજુરી રહે-સકડી થાણા કોઈલવર જી.ભોજપુર (બિહાર) નિઝર તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે વ્યાવલ નાકા પોઇન્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ઉપરોક્ત વોન્ટેડ આરોપીને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત :
રમેશકુમાર ઉર્ફે રાકેશ વિંદા રાય ઉ.વ.૪૧ ધંધો-મજુરી રહે-સકડ્ડી થાણા .કોઇલવર જી.ભોજપુર (બિહાર)
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. સુ. શ્રી. એમ.ડી. વિઠ્ઠલપરા, નિઝર પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.કો. મેહુલભાઈ અરવિંદભાઈ, પો.કો. કલ્પેશભાઈ મસાભાઈ, પો.કો. પૃથ્વિરાજ ઘનશ્યામસિંહ, પો.કો. મુકેશકુમાર સેંધાજી, પો.કો. મનોજભાઈ વિરસંગભાઈ, પો.કો. સંતવાનભાઇ ગોમાભાઇ તથા પો.કો. યતીનભાઈ શ્રાવણભાઈએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
