તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

પ્રતિકાત્મક તસવીર

Contact News Publisher

પ્રથમ દિવસે ધોરણ-૧૦ (SSC) ની ગુજરાતી વિષયની પરીક્ષામાં 8054 વિદ્યાર્થીઓ હાજર

——–

ધોરણ-૧૨ (HSC) સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયમાં 4045 વિધાર્થીઓ હાજર

———

વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષામાં 1343 વિધાર્થીઓની હાજરી

———-

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.26 :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં તા.26.02.2026 થી ધોરણ-૧૦ (SSC) અને ધો.-૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા SSC અને HSCના ઝોનલ અધિકારી દ્વારા પ્રાપ્ત આંકડા મુજબ, પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ-10-12 માં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યો હતો. પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી તેમજ મોઢું મીઠું કરાવી ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા.

જેમાં ગુજરાતી માધ્યમના ગુજરાતી વિષયમાં નોંધાયેલા કુલ 7,749 વિદ્યાર્થીઓ પૈકી 7,537 હાજર રહ્યા હતા અને 212 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. તેવી જ રીતે, અંગ્રેજી માધ્યમના અંગ્રેજી વિષયમાં કુલ 496 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત, મરાઠી માધ્યમના મરાઠી વિષયમાં 21 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ કુલ ધો.10 ની પરીક્ષામાં 8273 પૈકી 8054 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ-12 ના પરીક્ષાના આંકડાકીય અહેવાલ મુજબ, સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર વિષયમાં ગુજરાતી માધ્યમના નોંધાયેલા કુલ 3919 વિદ્યાર્થીઓ પૈકી 3889 હાજર રહ્યા હતા, જ્યારે અંગ્રેજી માધ્યમના તમામ 156 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ગુજરાતી માધ્યમના 1163 અને અંગ્રેજી માધ્યમના 180 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *