આવતીકાલથી તાપી જિલ્લામાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
ધો. 10 અને 12 ના કુલ 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.25. :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-10 અને 12ની પરીક્ષાઓનો તા.26.02.2026 આજથી પ્રારંભ થઈ રહ્યો છે. તાપી જિલ્લામાં આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે.
આંકડાકીય વિગતો મુજબ, ધોરણ-10માં ગુજરાતી (FL) ના 7,749, અંગ્રેજી (FL) ના 498 અને મરાઠી (FL) ના 26 મળીને કુલ 8,273 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયમાં 4075 અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષય માટે 1361 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
