દક્ષિણા પથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે બોર્ડનાં વિધાર્થીઓને ટ્રાન્સપરન્ટ પેડ અને પાઉચનું વિતરણ કરાયું

0
IMG-20260224-WA0000
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : આજ રોજ તારીખ: ૨૩ /૦૨/૨૬ના રોજ દક્ષિણા પથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે ધોરણ ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી રાઇટીંગ ટ્રાન્સપરન્ટ પેડ અને પાઉચના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ દાતાશ્રીઓના સહયોગ અને આર્થિક મદદ થી સફળતાપૂર્વક યોજાયો ખાસ કરીને દિપાલીબેન શાહના પ્રયત્નો અને સૂચનાથી દાતાશ્રીઓનો સહકાર પ્રાપ્ત થયો હતો, જેના પરિણામે વિદ્યાર્થીઓને જરૂરી સામગ્રીનું વિતરણ શક્ય બન્યું.

પરીક્ષાની તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓને જરૂરી સામગ્રી સમયસર અને સરળતાથી પ્રાપ્ત થાય તેમજ તેઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે એ હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું. શાળાના પ્રિન્સિપાલ ડો. આશિષભાઈ શાહ તથા શિક્ષક મંડળે દાતાશ્રીઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો અને વિદ્યાર્થીઓને આવનારી બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી. વિદ્યાર્થીઓએ પણ આ સહાય બદલ આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી.

આ પ્રસંગે શાળાના શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સૂત્ર સંચલન શાળાના શિક્ષિકા શ્રીમતી મેઘલબેન વ્યાસે કર્યું હતું. કાર્યક્રમ સુચારૂ રીતે પૂર્ણ થયો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other