પરિવર્તન સમાજનો નિયમ, સામુહિક જનભાગીદારીથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે – ડો. જયરામભાઈ ગામીત 

Contact News Publisher

ભારતની આત્મા ગામડાઓમાં વસે છે, શિક્ષિત યુવા મહિલાઓ ગ્રામીણ વિકાસની નવી ઓળખ : ડૉ. મધુકર પાડવી

વ્યારામાં ‘ગ્રામીણ સમાજના બદલાતા પાસાઓ’ વિષયક નેશનલ સેમિનાર યોજાયો 

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.21 :- રમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને અને બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી ૨.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત વ્યારાની આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ભારતમાં ‘ગ્રામીણ સમાજના બદલાતા પાસાઓ’ વિષયક એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતએ જણાવ્યું કે, પરિવર્તન એ સમાજનો નિયમ છે અને સમય અનુસાર આગળ વધવું આજની આવશ્યકતા છે. દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા સામુહિક જનભાગીદારીનો અભિગમ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન, મહિલા, ખેડૂત, યુવા અને આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ સાથે સ્થાનિક રોજગારીનું સર્જન કરી સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

આ પ્રસંગે કુલપતિશ્રી ડો. મધુકર પાડવીએ જણાવ્યું કે, ભારતમાં ગ્રામીણ સમાજના પરિવર્તન નોંધાયો છે. ભારતની આત્મા ગામડાઓમાં વસે છે. ભારતીય ગ્રામીણ સમાજ પરંપરાગત રીતે પરંપરાગત ખેતી-પશુપાલન અને સાંસ્કૃતિક ધરોહર સાથે સંકળાયેલી છે. પરંપરાગત જીવનશૈલીને આધુનિક બનાવવા માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને ગ્રામીણ અને આદિવાસી સમુદાયના ઉત્કર્ષ પર વિશેષ ભાર મુક્યો છે. આજે યુવાનોની સાથે શિક્ષિત યુવા મહિલાઓ ગ્રામીણ વિકાસની ઓળખ બની રહી છે.

નોંધનીય છે કે, નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને RUSA ના સંયુક્ત ઉપક્રમે ‘ ગ્રામીણ સમાજના બદલાતા પાસાઓ’ વિષયક સેમિનારમાં સાંસદશ્રી પરભુભાઈ વસાવાએ પણ વિષય અનુરૂપ ઉદ્બોધન કરીને ઉપસ્થિત વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. તથા કોલેજના આચાર્ય ડૉ. હિતેન્દ્રસિંહ ખરવાસિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.

સેમિનારના વિષય નિષ્ણાંતોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઉપરાંત, વ્યુ ઓફ સ્પેસ રીસર્ચ જનરલનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું.

આ તકે શ્રી.ર.ફ.દાબુ કેળવણી મંડળના પ્રમુખ શ્રી હસુભાઈ ભક્ત, કોલેજના ઉપાચાર્ય વસંત ગામીત, વિવિધ કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *