સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ વ્યારામાં વિશેષ કાર્યશાળા યોજાઈ 

0
Contact News Publisher

ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન અંગે વિષય નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શિત કરાયાં

(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) :  તા.20 :- તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિબેન પટેલના અધ્યક્ષસ્થાને ગુરુવારે વ્યારા તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત એક વિશેષ તાલીમ શિબિર યોજાઈ હતી.

ડીઆરડીએ ડાયરેક્ટરશ્રી ખ્યાતિ પટેલ અને એસઆઈઆઈડી ગાંધીનગરના વિષય નિષ્ણાંતશ્રી જીતેન્દ્રભાઈ પુરોહિત દ્વારા ગ્રામ્ય સ્તરે ઊભા કરવામાં આવેલા ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનનો મહત્તમ ઉપયોગ, જાળવણી તથા જનજાગૃતિના શુભ આશય સાથે આ બેઠકમાં તાલુકાના કર્મીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી નિતીનભાઈ ગામીત તથા માસ્ટર ટ્રેનર્સ દ્વારા વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલની પદ્ધતિઓ, ગંદા પાણીના શુદ્ધિકરણ માટેના સોકપીટ અને અન્ય બાંધકામોની જાળવણી વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી

ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓએ પોતાના વિસ્તારમાં કચરા વ્યવસ્થાપનની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા અને સરકારની આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ એક દિવસીય તાલીમમાં વ્યારા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, તલાટી-કમ-મંત્રીઓ, પંચાયતના સભ્યશ્રીઓ, સ્વચ્છતાગ્રહીઓ તેમજ ગ્રામ્ય અને તાલુકા કક્ષાના વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *