“વિશ્વ શિવરાષ્ટ્ર દિવસ” તરીકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : SMAP ફાઉન્ડેશન – શ્રી શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર પ્રેરિત 19 ફેબ્રુઆરી 2026 “વિશ્વ શિવરાષ્ટ્ર દિવસ” તરીકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિ કિલ્લે – સોનગઢ જી.તાપી માં ભવ્ય ઉજવણી કરવામાં આવી.
હિંદવી સ્વરાજ્યના સંસ્થાપક,કુશળ વહીવટ કર્તા, અદમ્ય સાહસના પ્રતિક શ્રી શિવાજી મહારાજ ના એકતા, અખંડતા, સમરસતા,અને સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા સ્વાભિમાન સાથે જીવન જીવવા જેવાં સિદ્ધાંતો જેમણે શીખવ્યા એવાં વીર શિરોમણી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ શ્રી સ્વામિનારાયણ મંદિર ઉકાઇના સંતશ્રી કોઠારી સ્વામી શ્રી યોગેશ સ્વામીના કરકમલો થકી મહારાજશ્રી ની અશ્વારૂઢ પ્રતિમાને અને મહારાષ્ટ્રીયન સમાજ અગ્રણી શ્રી કાંતિ આપ્પા વામનરાવ પાટીલ દ્વારા મહારાજશ્રીના અશ્વ(કૃષ્ણા) સવારીને માલ્યાર્પણ કરી ઉજવવામાં આવી હતી. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મ જયંતીમાં કિલ્લે સોનગઢ ખાતે ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શિવપ્રેમી ગ્રામજનો ખુબજ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. વરિષ્ઠ નાગરિક શ્રી ડૉ. સતિષ પાટીલ દ્વારા મહારાજ શ્રીની ગાથા વર્ણવી હતી. સ્વ. શ્રી બાળાભાઈ(ચંદ્રકાંત તાનાજીરાવ શિંદે) દ્વારા સ્થાપિત પ્રતિમાને પુષ્પમાળા ચઢાવી એમના સમર્પણને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. નાના બાળકો અને બાલિકાઓ દ્વારા સ્વરક્ષણ માટેનો લાઠીદાવની કૃતિ રજૂ કરવામાં આવી હતી. જે આજની પેઢી માટે ખુબજ સરાહનીય અને પ્રસંશનીય રહી હતી.
શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જયંતી 2026ના કાર્યક્રમને સફળ બનાવવા સોનગઢ નગર પાલિકા, પોલીસ પ્રશાસન, ગંગા સમગ્ર તાપી પ્રાંત, શ્રી સંત જ્ઞાનેશ્વર ભજની મંડળ, શ્રી ગોગાબાપા આદેશ ગ્રુપ, તથા શ્રી વિઠ્ઠલ રૂક્ષ્મણી ગૃપ જેવા સેવાભાવી સંગઠનોએ ખડેપગે સેવા આપી કાર્યક્રમને સફળ બનાવી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સિદ્ધાંતોનું અનુસરણ કરી એકતાની મિસાલ આપી કાર્યક્રમનું ગૌરવ વધાર્યું હતું. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જયંતીના શુભ દિવસે સોનગઢ સ્થિત *શિવનેરી ચા* તરફથી સંપૂર્ણ દિવસ માટે કાઉન્ટર ફ્રી કરી સૌ કોઈને *નિઃશુલ્ક ચા* વિતરણની જાહેરાત કરવામાં આવી હતી.જે એમની મહારાજ પ્રત્યેની આસ્થાની ભાવના પ્રગટ થાય છે જે આનંદ અને ગૌરવની બાબત રહી હતી. સૌને ધન્યવાદ સાથે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની અનેકાનેક શુભ કામનાઓ સાથે શુભેચ્છા અને અભિનંદન.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
