કોબા પ્રાથમિક શાળા ખાતે માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં આજનો દિવસ ખૂબ જ આનંદમય અને સંસ્કારસભર રહ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં માતા-પિતા પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતાની ભાવના વિકસે તે હતો. વિદ્યાર્થીઓને સરસ્વતી માતાની પૂજા, જ્ઞાનપ્રાપ્તિ તથા સારા સંસ્કારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વેલેન્ટાઈન ડેનાં નામે પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિ મુજબ પ્રેમનો અર્થ સમજાવવામાં આવ્યો. આ તકે વિદ્યાર્થીઓને પોતાનાં માતા-પિતાને પગે લાગી આશીર્વાદ લે અને તેમને પુષ્પગુચ્છ આપી પોતાની લાગણી વ્યક્ત કરે એ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ માતા-પિતાનાં સન્માન અંગે સંકલ્પ લીધો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે બાળકોમાં સંસ્કાર અને સંવેદનશીલતા વધે તેવી શુભકામનાઓ સાથે કાર્યક્રમ સંપન્ન થયો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
