દેલવાડા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાના હસ્તે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ હેઠળ ગ્રામ પંચાયતના નવીન ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત

Contact News Publisher

તાપી જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની ઉપસ્થિતિ

===

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 01 :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ ખાતેથી રાજ્યવ્યાપી ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ નું ગરિમાપૂર્ણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ રાજ્ય કક્ષાના કાર્યક્રમના અનુસંધાને તાપી જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાલોડ તાલુકાના દેલવાડા ગામે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તથા તેઓના હસ્તે ગ્રામ પંચાયતના નવીન ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

આ તકે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યું કે, રાજ્યમાં વધતા શહેરીકરણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરો જેવી આધુનિક માળખાકીય સુવિધાઓ મળે તે સરકારની પ્રાથમિકતા છે. ગ્રામ્ય સ્તરે વધુ સારી આર્થિક તકો અને ભૌતિક સુવિધાઓ ઊભી કરી શહેરો તરફ થતું સ્થળાંતર ઘટાડવાનો આ યોજનાનો મુખ્ય લક્ષ્યાંક છે.

​આણંદના ભાદરણ ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું ઉપસ્થિત સૌ નાગરિકો અને અધિકારીઓએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ દેલવાડા અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા…

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *