તાપી જિલ્લાના ડોલારા ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ

0
Screenshot_20260201_193813_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા તાપી જિલ્લાના ડોલારા ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાઈ. જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તેમજ દિલ્હી ના સ્ટેટ પ્રેસિડેન્ટ એવા Ex MLA શ્રી અખિલેશ પતી ત્રિપાઠી મુખ્ય મેહમાન તરીકે હાજરી આપી. આ સભામાં ડોલવણ પંચાયત થી તેમજ સમગ્ર તાપી જિલ્લામાંથી આશરે 2000 થી વધારે લોકો એ હાજરી આપી અને આવનારી ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ ને હાર આપવાના સંકલ્પ લેવામાં આવ્યા. સભામાં SIR ના કોભાંડ તેમજ બંધ થયેલ વ્યારા સુગર અને માંડલ ટોલનાકા જેવા સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો. સાથે સાથે પાટીદાર આંદોલન માં થયેલ કેસો પરત લેવાતા હોય ત્યારે ડોસવાડા ખાતે થયેલ વેદાંતા ના આંદોલન માં થયેલ કેસો પણ પરત લેવાવા જોઈએ. જો પરત કેસ લેવામાં ન આવે તો ગાંધીનગર કૂચ ની પણ ચીમકી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ આપી. આવનારા સમયમાં તાપી જીલ્લાના રાજકારણમાં આમ આદમી પાર્ટી સફળતા મેળવશે કે કેમ ??

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other