તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 30. :- ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોની સ્મૃતિમાં આજે તા.30 જાન્યુઆરી, 2026 શુક્રવારના રોજ શહીદ દિન નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સવારે 11.00 કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

આ અવસરે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ, નાયબ કલેક્ટરશ્રી નિશાંત કુશાગિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીમતી ખ્યાતિબેન પટેલ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તથા તેમના પ્રત્યે ઋણભાવ વ્યક્ત કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

આ તકે વહીવટી તંત્રના વિવિધ કચેરીઓ, વિભાગો દ્વારા પણ પોતાના સ્ટાફ સાથે શહીદ વીરોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *