રાયોટીંગના ગુનાના આરોપીને પકડી પાડતી કુકરમુંડા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૭/૦૧/૨૦૨૬ ના રોજ કુકરમુંડા ટાઉન વિસ્તારમાં આવેલ ખટીક ફળીયાની ખુલ્લી જગ્યામાં હિન્દુ-મુસ્લીમ સમાજ વચ્ચે કોમ્યુનલ બનાવ બનવા પામેલ હતો જે બનાવ સબંધે ફરીયાદીશ્રી પંકજભાઈ રામદાસભાઈ ચૌધરી રહે.કુકરમુંડા બસ સ્ટેશનની સામેની ફરીયાદ આધારે કુકરમુંડા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરાવામાં આવેલ હતો. જે ગુનાની તપાસ આઈ.ડી. દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન કરી રહેલ છે.
જે ગુનાની સઘન તપાસ કરાવતા આ ગુનાના આરોપીઓમાં કુકરમુંડા ગામે રહેતા અને અગાઉ પકડાયેલ આરોપીઓના નિવેદનો લેતા આ ગુનાના કામે ૧૦થી ૧૨ અન્ય ઇસમો ગુનામાં સંડોવાયેલ હતા જે ઇસમોની તપાસ કરાવતા આ ગુનામાં સંડોવાયેલ ૧૦ થી ૧૨ ઈસમો પૈકી એક આરોપીની ઓળખ થયેલ જે આરોપી (૧) કુર્બાન S/o તનવીર રમજાન ખાટીક રહે.કુકરમુંડા ખાટીક ફળીયું ત.કુકરમુંડા જી.તાપી હોઈ જે આરોપી અંગે કુકરમુંડા પી.આઈ. આઈ.ડી. દેસાઈને ખાનગી રાહે બાતમી મળતા કુકરમુંડા પોલીસ સ્ટાફ સાથે મળેલ બાતમી આધારે આરોપીને પકડી પાડી ગુના સબંધે પુછ-પરછ કરતા આ ગુનાના કામે આરોપી કુર્બાન ખટીક વિરુધ્ધ ગુનામાં સંડોવણી હોવાના પુરતા પુરાવા પડતા હોઈ આ ગુનાના આરોપી કુર્બાન S/o_તનવીર રમજાન ખાટીક ઉ.વ.૧૯ વર્ષ ૦૨ માસ રહે.કુકરમુંડા ખાટીક ફળીયું તા.કુકરમુંડા જી.તાપીને તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે.અને આ કામે પકડાયેલ આરોપીને નામદાર નિઝર કોર્ટ જી.તાપી ખાતે રજુ કરતા નામદાર કોર્ટ દ્રારા આરોપીને કોર્ટ કસ્ટડીમાં રાખવામાં આવેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
