વ્યારામાં ‘મેદસ્વિતા મુક્તિ’ શિબિરનો પ્રારંભ : ૩૦ દિવસ સુધી ચાલશે યોગાભ્યાસ
૨૦મી જાન્યુઆરીથી પ્રારંભાયેલી શિબિર શ્રીરામ તળાવ ગાર્ડન ખાતે યોજાશે : દરરોજ સાંજે ૫:૦૦ કલાકે નિષ્ણાતો દ્વારા અપાશે તાલીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧ :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા અભિયાન હેઠળ તાપી જિલ્લામાં તા.૨૦મી જાન્યુઆરીથી ત્રીજા તબક્કાની ૩૦ દિવસીય શિબિર વ્યારાના શ્રીરામ તળાવ ગાર્ડન, ગાયત્રી મંદિર પાસે શરૂ થઈ ચુકી છે. સાંજે ૫:૦૦ થી ૬:૩૦ સુધી ચાલનારી આ ઓરિએન્ટેડ શિબિરમાં આફ્ટર-બીફોર નિશુલ્ક BMI REPORT, ડાયટ ચાર્ટ, ઉકાળો આપવામાં આવશે. તેમજ ફેટ ઉતારવા માટે કસરતો, યોગા, પ્રાણાયામ કરાવવામાં આવશે.
સ્વસ્થ સમાજ જ વિકાસ તરફ આગળ વધી શકે છે. ગુજરાત અને તાપીના નાગરિકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે યોગ બોર્ડ વિવિધ શિબિરનું આયોજન કરે છે જેનો મુખ્ય આશય નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે. આ શિબિરમાં સહભાગી થવા યોગપ્રેમીએ https://medasvitacamp.gsyb.in/ ફરજિયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. દૈનિક નિયમિતતા માટે રજીસ્ટ્રેશન ફી રૂ. 300 છે.
મેદસ્વિતા દરેક રોગોની જનની છે. ઘુટણ-કમર દર્દ, બીપી, ડાયાબિટીસ, થાયરોડ અંતે કેન્સર જેવી બીમારીઓ માટે મેદસ્વીતા જવાબદાર બને છે તેથી સંપૂર્ણ સ્વસ્થ અને નીરોગી જીવન જીવવા માટે મેદસ્વિતાને હરાવુ અનિવાર્ય છે. આ શિબિરમાં જોડાવવા તથા વધુ માહિતી માટે જિલ્લા કોર્ડીનેટર શ્રીમતી જ્યોતિબેન મહાલે (૯૯૦૯૧૧૮૮૭૦) નો સંપર્ક કરવા અખબારી યાદીના મારફતે અનુરોધ કરાયો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
