કરાટે સ્પર્ધામાં ટીંબરથવા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ૧૫ મેડલો મેળવી શાળાનું નામ રોશન કર્યુ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં દ્વિતીય કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં ડાંગ અને નવસારી જિલ્લાની કુલ ૭૦ શાળાઓમાંથી ૭૦૦ જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ટીંબરથવા પ્રાથમિક શાળાની ૬૦ જેટલી વિદ્યાર્થીનીઓએ સહભાગી થઈ હતી, જે પૈકી ધોરણ ૭ ની વિદ્યાર્થીની શીતલ દેસાઈ અને ધોરણ ૮ ની વિદ્યાર્થીની નિતીક્ષા પવાર જેમણે ગોલ્ડ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. આ સાથે ભાવના પાડવી અને કિંજલ લાખન જેમણે સિલ્વર મેડલ અને બાકીની ૧૧ વિદ્યાર્થીનીઓએ બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. સ્પર્ધાનાં ઉપલક્ષ્યમાં બાળકોને ટ્રેનિંગ આપનાર ટ્રેનર શૈલેષભાઇ ગામીત તેમજ શાળાનાં આચાર્ય ગણેશભાઈ અને શિક્ષકો અંકિતભાઈ પટેલ, રોશનકુમાર પટેલ, ઉમેશભાઈ તથા એલવીનાબેન ગામીતની મહેનત અને માર્ગદર્શનનાં પરિણામે શાળાનાં વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં કુલ 15 મેડલો મેળવી દ્વિતીય સ્થાન મેળવ્યું, જે શાળા માટે ખૂબ જ ગર્વની વાત છે. શાળાનાં શિક્ષકગણે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓન ઉતરોત્તર પ્રગતિ કરતાં રહે એવી શુભેચ્છા પાઠવી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *