જિલ્લાના છેવાડાના ગામ કરોડના વતની અધ્યાપક ડૉ. જીતેન્દ્ર વસાવાની સિધ્ધી
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : જીતેન્દ્ર વસાવા મૂળ તાપી જિલ્લાના છેવાડાના ગામ કરોડના વતની છે. તેમણે પ્રાથમિકથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીનું શિક્ષણ કરોડ, કલમકુઇ (અંતાપુર), ગડત, ઉચ્છલ,વ્યારા, અમદાવાદ,મોરબી તથા જૂનાગઢ ખાતે પ્રાપ્ત કર્યું છે.
તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત આદિવાસી સંશોધન તાલીમ સોસાયટી સાથે કરી હતી,જ્યાં તેમણે આદિવાસી ક્ષેત્રમાં સતત ત્રણ વર્ષ સુધી સંશોધન તથા સેવાકાર્ય કર્યું હતું. ત્યારબાદ તેમણે AJPB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કનકપર (તા. અબડાસા – કચ્છ) ખાતે ૮ વર્ષ અને શેઠ એસ. વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, માંડવી – કચ્છ ખાતે ૬ મહિના સુધી અધ્યાપક સહાયક તરીકે અધ્યાપન સેવા આપી હતી.
ઉપરાંત, તેમણે કચ્છ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં વિઝિટિંગ લેકચરર તરીકે ૫ વર્ષ સુધી શિક્ષણ કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હાલ તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સમાજશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક સહાયક તરીકે સેવારત છે.
આ સિદ્ધિ અંગે ડૉ. જીતેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે તેમની શૈક્ષણિક તથા વ્યાવસાયિક સફળતામાં માતા–પિતાના તથા બહેનોના આશીર્વાદ, તેમજ ગુરુજનો અને સાથી મિત્રોના સતત માર્ગદર્શન તથા સલાહ–સૂચનોનો વિશેષ ફાળો રહ્યો છે.ડૉ. જીતેન્દ્ર વસાવાની આ સિદ્ધિથી યુનિવર્સિટી પરિવાર, સહકર્મીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને વિવિધ વર્ગોમાંથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
