LCB અને પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીએ ફોર વ્હીલ કારમાં હેરાફેરી થતાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો : દારૂ ભરાવનાર વિકી ગોસ્વામી સહિત ત્રણ વોન્ટેડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જેના ભાગ રૂપે આજરોજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે મહારાષ્ટ્ર રાજ્યના લક્કડકોટ ગામ ખાતેથી વીકી શૈલેષભાઇ ગોસ્વામી રહે-સોનગઢ દેવક્રિષ્ના સોસાયટી તા.સોનગઢ જી.તાપી તેમના કબ્જાની XUV ફોર વ્હીલ ગાડી નં.GJ-06-HD-4391 મા પ્રોહી મુદ્દામાલ ભરાવી તેમના સાગરીતો મારફતે સોનગઢ સાતકાશી ગામથી ઉમરપાડા જવાના જંગલના કાચા રસ્તા ઉપરથી નીકળનાર છે” જે બાતમી આધારે વોચ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સોનગઢના સાતકાશી ગામ તરફથી બાતમી હકીકત મુજબની એક્સીયુવી ફોરવ્હીલ ગાડી આવતા તેને ખાનગી વાહનની આડાશ કરતા ફોરવ્હીલ કાર ચાલક ગાડી જોઇ પોતાના કબ્જાની ફોરવ્હીલ કાર થોડે દુર ઉભી રાખી કારમાથી કાર ચાલક તથા બીજો એક ઇસમ નાસવા લાગતા સાથેના એ.એસ.આઇ. જયેશભાઈ લીલકીયાભાઇએ તેઓને ઓળખી જતા ફોરવ્હીલ ચાલક આરોપી (૧)રમજાન ઉર્ફે ભુરીયો રહે-સોનગઢ તા.સોનગઢ જી.તાપી તથા ક્લીનર (૨) ચંદુભાઇ બાવાભાઇ વસાવા રહે-શેરુલા તા.સોનગઢ જી.તાપી હોય તેઓને બુમો પાડી ઉભા રહેવા જણાવતા તેઓ ઉભા રહેલ નહી જેથી તેઓની પાછળ સાથેના પોલીસ માણસોએ દોડીને પીછો કરતા જંગલ વિસ્તાર હોય જંગલની આડમાં નાસી ગયેલ હોય જેથી નાશી જનાર આરોપીનાઓની પકડાયેલ સીલ્વર કલરની મહેન્દ્રા કંપનીની XUV 500 ફોર વ્હીલ કાર નં. GJ-06-HD-4391 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- ની માં પ્રોહી. મુદ્દામાલ કુલ નાની મોટી બાટલીઓ નંગ-૨૩૨૮ કુલ કિંમત રૂ! ૭,૧૩,૮૫૬/- મળી કુલ્લે કિ.રૂ.૧૨,૧૩,૮૫૬/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી નાશી જનાર આરોપીઓ XUV ફોર વ્હીલ ગાડીનો ચાલક, ક્લીનર અને પ્રોહી મુદ્દામાલ ભરવનાર નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

નહીં પકડાયેલ આરોપીઓ-

(૧) XUV 500 જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-06-HD-4391 નો ચાલક રમજાન ઉર્ફે ભુરીયો રહે-સોનગઢ તા.સોનગઢ જી.તાપી

(૨) XUV 500 જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-06-HD-4391 નો ક્લીનર ચંદુભાઇ બાવાભાઇ વસાવા રહે-શેરુલા તા.સોનગઢ જી.તાપી

(૩) પ્રોહી મુદ્દામાલ ભરાવનાર વીકી શૈલેષભાઇ ગોસ્વામી રહે-સોનગઢ દેવક્રિષ્ના સોસાયટી તા.સોનગઢ જી.તાપી.

કબજે કરેલ મુદ્દામાલ-

(૧) ઇંગ્લીશ દારૂની બાટલીઓ નંગ-૨૩૨૮ કુલ કિંમત રૂ! ૭,૧૩,૮૫૬/-

(૨) મહેન્દ્રા કંપનીની XUV 500 ફોર વ્હીલ કાર નં. GJ-06-HD-4391 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-કુલ્લે કિ.રૂ.૧૨,૧૩,૮૫૬/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી, જે.બી. આહીર પેરોલ ફર્લો સ્કોડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇ તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *