પાલનપુર ખાતે ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન ૨૦૨૬ એવોર્ડ કાર્યક્રમમાં તાપી જિલ્લાના ૩૯ શિક્ષકોનું સન્માન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : NEP-2020 મુજબ શિક્ષણ ક્ષેત્રે ઈનોવેશન અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા બદલ રાજ્યના ૩૪ જિલ્લાના ૨૧૨૧ શિક્ષકોની ઉમદા કામગીરીને બિરદાવવાના ઉમદા આશય સાથે પાલનપુર ખાતે ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા ‘ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન-૨૦૨૬’ નું આયોજન કરાયું હતું.
તાપી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે લેકચરર તરીકે કાર્યરત શ્રી યોગેશભાઈ ચૌધરીને તેમની ઉત્કૃષ્ટ અને ગુણવત્તાસભર શૈક્ષણિક કામગીરી બદલ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે વ્યારાના શિક્ષક શ્રી પ્રદિપભાઈ ચૌધરી, જિજ્ઞેશભાઈ ચૌધરી, ડો. વિમલ ટંડેલ, વર્ષાબેન રાઉત, ઉશાબેન ગામીત, હરિષભાઈ રાણા સહિતના તાપી જિલ્લાના ૩૯શિક્ષકોનું આ કાર્યક્રમમાં સન્માન કરાયું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
