82 વર્ષીય વૃધ્ધ માતાને તેના પુત્રવધુ અને પૌત્ર વચ્ચેના કૌટુંબિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવતી બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : આપણા દેશમાં બાળકો પાસેથી વૃદ્ધ માતાપિતાની કાળજી લેવાની અપેક્ષા રાખવામાં આવે છે,પરંતુ નૈતિક મૂલ્યો એ હદે પતન પામ્યાં છે કે જે બાળકો માટે માતા-પિતાઓ જીવનમાં આટલું બધું બલિદાન આપે છે એ જ બાળકો વૃદ્ધાવસ્થામાં માતા-પિતાને ખોરાક અને પ્રેમ માટે તડપાવે છે.ઘણા કિસ્સાઓમાં બાળકો માતા-પિતાની મિલકત લીધા પછી છોડી દે છે.આ રીતે જ્યારે સામાજિક અને નૈતિક મૂલ્યોનું સતત પતન થઈ રહ્યું છે ત્યારે 82 વર્ષીય માજીના વહારે આવી બારડોલી 181 અભયમ ટીમ

એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી વૃદ્ધ મહિલા જેમની ઉંમર આશરે 82 વર્ષ હશે તેઓ માંગરોળ તાલુકાના કુંવારદા રોડ પર આવેલ દુકાનો પાસે એકલા બેઠા રહે છે અને તેમના પરિવાર કોઈ માહિતી આપતા નથી તેથી વૃધ્ધ માજીના કાઉન્સેલિંગ કરવા માટે ૧૮૧ ની મદદની જરૂર છે

જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર પટેલ ખૂશ્બુ, એ.એસ.આઈ ચૌધરી વનિતાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ ઘટના સ્થળે અજાણી વૃદ્ધ મહિલાની મદદ માટે પહોચ્યા. ત્યારબાદ ઘટના સ્થળ પર હાજર હતા એ લોકોને પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ વૃદ્ધ મહિલા છેલ્લા 10 દિવસથી અહીં દુકાનની બહાર એકલા બેઠા રહે છે અને તેમની સાથે વાતચીત કરવાની કોશિક કરીએ તો રડવા લાગે છે. તેમજ મારે આશ્રમમાં જવું એવું વારંવાર કહે છે. ઘટનાસ્થળે એક રીક્ષા ચાલક અચાનક આવ્યા અને જણાવ્યું કે આ માજીના પરિવાર અહીં નજીક સોસાયટીમાં રહે છે અને તેમના ઘરનું સરનામું પણ જણાવે છે પરંતુ માજી તેમના ઘરે જવા માટે ના કહેતા હતા.

ત્યાર બાદ 181 ટીમે વૃદ્ધ મહિલા સાથે શાંતચીત સ્વભાવે વાત-ચીત કરવાનો પ્રયાસ કર્યો. વૃદ્ધ મહિલાએ કાઉન્સેલિંગ દરમ્યાન જણાવેલ કે હું અહીં મારી પુત્રવધુ અને પૌત્ર-પૌત્રી સાથે સંયુક્ત કુટુંબમાં રહું છું અને મારા પૌત્રોના પણ લગ્ન થઈ ગયેલ છે. મારા કુટુંબના સભ્યો વારંવાર ઝઘડો કરીને મને ખુબજ માનસિક ત્રાસ આપે છે અને ઘરના રૂમ ના દરવાજા બંધ કરી દે છે તેમજ ચીજવસ્તુ કે પાણી વાપરવા દેતા નથી અને મારી સાથે અવાર-નવાર નાની નાની બાબતો લઈને બોલાચાલી કરે છે.તેથી મને કોઈ આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપો. વૃદ્ધ મહિલા જણાવેલ કે તેમના કપડાં અને ડોક્યુમેન્ટ તેમના ઘરેથી લેવાના છે. ત્યારબાદ વૃદ્ધ મહિલા દ્વારા જણાવેલ સરનામા પર ગયા વૃદ્ધ મહિલાની પુત્રવધુ અને પૌત્ર- પૌત્રી તેમજ પાડોશીઓ સાથે વાત-ચીત કરી ત્યારે તેમના પુત્રવધુ એ જણાવેલ કે તેમના સાસુ રોજ સવારે મંદિર જવું છું એવું કહીને ઘરેથી એકલા જતા રહે છે.જો કોઈ એમને ઘરની બહાર એકલા જવા માટે ના કહે તો તેમની સાથે ઝઘડો કરે છે.અને મારા સાસુ રોજ સાંજે ઘરે પાછા આવી જાય છે.તેથી એમને કોઈને જાણ નો હતી કે મારા સાસુ મંદિર જવાનું કહીને દુકાનની બહાર બેઠા રહે છે.181 ટીમે વૃદ્ધ મહિલાની પુત્રવધુ અને પૌત્ર- પૌત્રી ને સમજાવેલ કે,”જેમણે પોતાનું આખું જીવન આપણા માટે ખર્ચી નાખ્યું તેમની સાર-સંભાળ રાખવી તે તમારી નૈતિક ફરજ છે અને વરિષ્ઠ નાગરિકોના હિત માટે ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ વિશે સમજ કરવામાં આવેલ. વરિષ્ઠ નાગરિકોના અધિનિયમના માર્ગદર્શન આપી ત્યારબાદ બંને પક્ષના કાઉન્સેલિંગ દરમ્યાન કાયદાકીય સલાહ, સૂચન,માર્ગદર્શન આપીને સમસ્યાનું નિરાકરણ કરેલ ત્યારબાદ 181 ટીમે વૃદ્ધ મહિલા અને તેમની પુત્રવધુ તેમજ પૌત્ર- પૌત્રી વચ્ચે થતા ઙઝગડાનુ ઝીણવટ પૂર્વક ચર્ચા કરી બંને વચ્ચે મતભેદો દૂર કરી રાજીખુશીથી સમાધાન કરી પરત થયેલ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *