માંગરોળ તાલુકાનાં ઔદ્યોગિક વિસ્તારમનાં શ્રમિકોને પોતાના વતનમાં જવા માટે સુવર્ણ તક

0
IMG-20200610-WA0032
Contact News Publisher

 

શ્રમિકોએ પોતાના માદરે વતન જવા માટે ૧૩મી જૂન સુધી નામ નોંધણી કરાવી શકાશે

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : મોસાલી :  નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતનમાં સલામત પહોચાડવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. સુરત  શહેર તથા માંગરોળ તાલુકાનાં પીપોદરા,કીમ ચારરસ્તા, પાલોદ, મોટાબોરસરા સહિત જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વસવાટ કરતા જુદા જુદા રાજ્યના  બાકી રહી ગયેલા શ્રમિકો જો પોતાના વતનમાં પરત જવા માંગતા હોય તો તેઓ તા.૧૧/૦૬/૨૦૨૦ થી તા-૧૩/૦૬/૨૦૨૦સુધી સુમન હાઈસ્કૂલ નં.૧૫, નાગસેન નગર ચીકુવાડીની બાજુમાં, ઉધના,સુરત ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધીમાં પોતાનું નામ રૂબરૂ અથવા પ્રતિનિધિ મારફત નામ નોંધણી કરાવી શકશે.  તા. ૧૩/૦૬/૨૦૨૦ પછી કોઈપણ પ્રકારની નોંધણી કરવામાં આવશે નહીં જેની તમામ સબંધિતોએ નોંધ લેવા  તંત્ર દ્વારા જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *