અનુસૂચિત જાતિ ઉપયોજના અંતર્ગત સહાય વિતરણનો કાર્યક્રમ સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે યોજાયો   

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે તારીખ ૦૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશિંગ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે “અનુસૂચિત જાતિ ઉપયોજનાના અંતર્ગત સહાયક વિતરણનું કાર્યક્રમનું” આયોજન કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય અતિથિશ્રી તરીકે શ્રી. જાલમસિંહજી વસાવા માન. તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, શ્રી. સુરજભાઈ વસાવા માન. તાપી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સાથે અતિથિ વિશેષશ્રી તરીકે પદ્મશ્રી રમીલાબેન ગામીત, ટાપરવડા, ડો. આશિષકુમાર ઝા, વૈજ્ઞાનિક ICAR CIFT, વેરાવળ, અને પ્રેરક ઉપસ્થિતિ તરીકે શ્રી ભાવિન એમ. ઘેરવાલા, વૈજ્ઞાનિક અબાઈટીક સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, બારામતી, પૂણે જૂનિયર ટેક્નિકલ ઓફિસર (JTO), MPEDA, SRD, વલસાડ ઉપસ્થિત રહેલ હતા.

સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. જેમાં ICAR CIFT, વેરાવળ તરફથી અનુસૂચિત જાતિ ઉપયોજનાના અંતર્ગત નિઝર વિસ્તારના માછીમારોને પ્રોત્સાહન સ્વરૂપે કુલ ૧૦ હોડીઓ વિતરણ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમનું આયોજન માનનીય કુલપતિશ્રી, ડો. પી. એચ. ટાંગના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *