વ્યારા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકનું વેચાણ કરનારાઓ પાસેથી દંડ વસૂલ્યો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : માનનીય અગ્ર સચિવશ્રી, શહેરી વિકાસ વિભાગના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં આપવામાં આવેલ સૂચનાઓના અનુસંધાને તા.૦૧/૦૧/૨૦૨૬ના રોજ વ્યારા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ વિસ્તારો જેવા કે, વાડીવાલા કોમ્પ્લેક્સ, શાકભાજી માર્કેટ, અને સુરતી બજારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અંગે સેનેટરી ઈન્સ્પેક્ટશ્રી, સીટી મેનેજરશ્રી-SWM, અને સેનેટરી સુપરવાઇઝરો દ્વારા ચકાસણી હાથ ધરી ૮૫ કિલ્લો જેટલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂપિયા ૪૮૦૦ જેટલો દંડ વસૂલવામાં આવ્યો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
