કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ દ્વારા VB G RAM G કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વાર, વઘઇ) : ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ દ્વારા તા. ૦૩/૧૨/૨૦૨૬ અને ૦૪/૦૧/૨૦૨૬ ના રોજ VB G RAM G કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
“વિકસિત ભારત – જી રામ જી બીલ-૨૦૨૫” કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે આ બીલ શ્રમયોગીઓ માટે ૧૦૦ થી લઈ ૧૨૫ દિવસની રોજગારી પુરી પાડશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે. બી. ડોબરીયાએ જી રામ જી બીલ-૨૦૨૫ ની યોજના વિશે લોકોને સમજાય તેવી સરળ ભાષામાં છણાવટ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ટ્રેનિંગ પ્રોગ્રામ, સરપંચ સંમેલન, ગ્રામ્ય કક્ષાએ જાગૃતિ અભિયાન, ગ્રામ્ય વિસ્તારોમાં ગોષ્ઠી અને સેમિનાર, સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર પ્રચાર, લીફ્લેટ અને ફોલ્ડરની વહેંચણી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત પહેલા દિવસે ડાંગ જિલ્લાનું સરપંચ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ૩૫ સરપંચ, ઉપસરપંચ તથા સભ્યશ્રીઓ એ હાજરી આપી હતી તથા બીજા દિવસે કેવી કે વઘઈના વૈજ્ઞાનિકોની ચાર ટીમ ડાંગ જિલ્લાના અલગ અલગ ૨૦ થી વધુ ગામમાં જઈ ૨૮૦ લોકોને VB G RAM G ની માહિતી આપી હતી.
આ કાર્યક્રમની સફળતામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ બહોળો ફાળો આપ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ૩૧૫ થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
