તાપી જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સંદર્ભે ચાઇલ્ડ હેલ્પલાઇન કાર્યરત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭. :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓ આગામી તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. પરીક્ષાના આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ માનસિક રીતે સ્વસ્થ રહી શકે અને વાલીઓની મૂંઝવણો દૂર થાય તે માટે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયો છે.
જે મુજબ તાપીના નંબર ૯૨૧૩૦૦૩૫૭૦ પર સંપર્ક કરી શકશે. આ ઉપરાંત, ચાઇલ્ડ હેલ્પલાઇન તાપીના પ્રોજેક્ટ કોઓર્ડિનેટરશ્રી રીનાબેન ગામીતના સંપર્ક નં. ૯૧૦૬૩૬૫૯૦૯ પર પણ સીધો સંપર્ક કરી શકાશે. તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તાપી તરફથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
