નાતાલ, ૩૧મી ડીસેમ્બર અને નવા વર્ષની ઉજવણી અંગે સતર્ક મોડમાં તાપી જિલ્લા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી જે.એન. દેસાઇ, પોલીસ અધિક્ષક, તાપીએ નાતાલ તહેવાર, ૩૧મી ડીસેમ્બર અને નવા વર્ષની ઉજવણી અંગે તાપી જિલ્લાને અડીને આવેલ નવસારી અને સુરત ગ્રામ્ય જિલ્લા તથા મહારાષ્ટ્ર રાજ્યની સરહદોમાંથી પ્રવેશતા રસ્તાઓ ઉપર વાહનોમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ તથા પ્રોહીબિશનની હેરાફેરી રોકવા અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વાહનો ચેક કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને
અત્રેના જિલ્લાના પાઠકવાડી, બાજીપુરા, કણજા, પાંખરી નાકા અને હિન્દુસ્તાન પુલ ઉકાઇ તથા મહારાષ્ટ્ર રાજયની હદને અડીને આવતા બેડકીનાકા, વાંકા ચાર રસ્તા, પીશાવર ખાતે ટુ વ્હીલ- ફોર વ્હીલ વાહનોને જિલ્લા ટ્રાફિક, એલ.સી.બી., એસ.ઓ.જી. તથા તમામ પોલીસ સ્ટેશનના ટીમો બનાવી પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ દ્વારા વાહન ચેકીંગની કામગીરી કરી ડ્રીંક એન્ડ ડ્રાઇવ દ્વારા જિલ્લામાં બનતા અકસ્માતના બનાવો રોકવા તમામ વાહન ચાલકોને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરી કામગીરી કરવામાં આવેલ અને આ વાહન ચેકીંગનું સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નિઝર વિભાગ દ્વારા કરવામા આવેલ કે જેથી જિલ્લામાં નાતાલનો તહેવાર, ૩૧મી ડીસેમ્બર અને નવા વર્ષની ઉજવણીનો તહેવાર શાંતિમય માહોલમાં ઉજવાય.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
