વાલોડ તાલુકાના દેલવાડા ગામમાં રૂ. ૭૨.૬૦ લાખના ખર્ચે ૨.૨૦ કિ.મી. રસ્તાનું નવીનીકરણ થયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વાલોડ તાલુકાના દેલવાડ ગામમાં દેલવાડા એપ્રોચ રોડ માટે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખી પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ,તાપીની પેટા વિભાગીય કચેરી વાલોડ દ્વારા રાજ્ય સરકારશ્રીની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ મંજુર થયેલ ૭૨.૬૦ લાખના ખર્ચે ૨.૨૦ કિ.મી.રસ્તાના રીસરફેસીંગની કામગીરી થતાં લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. સદર રસ્તાથી આશરે ૨૫૦૦ ની વસ્તીને વાલોડ તાલુકાના દેલવાડા ગામને તાલુકા મથક તથા સ્ટેટ હાઇવે સાથેના જોડાણથી લાભ મળશે તેમજ ગામના લોકોની સુવિધામાં વધારો થશે. સદર રસ્તાઓના રીસર્ફેસીંગની કામગીરી શરૂ થતા ખેડૂતો માટે તેમના પાકને બજાર સુધી પહોંચાડવાનું સરળ બનશે જેનાથી આર્થિક પ્રવૃતિઓમાં વધારો થશે. વિધાર્થીઓ અને દર્દીઓને શાળાઓ તથા હોસ્પિટલો સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે. સદર કામો દ્વારા નાગરિકોને સલામત,સરળ અને આરામદાયક અને પ્રાદેશિક કનેક્ટિવિટી સુવિધામાં વધારો થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
