રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે ગોલણ ખાતે જિલ્લા કક્ષાનો ખેડૂત સેમિનાર યોજાયો
ગ્રો મોર ક્રોપ ઝુંબેશ અંતર્ગત ખેડૂતોને આંબા અને શાકભાજીમાં પ્રાકૃતિક ખેતી વિષય ઉપર માર્ગદર્શન અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪. ૨૩ ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસના અવસરે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોલણ ગામના પ્રાકૃતિક મોડેલ ફાર્મ ખાતે ગ્રો મોર ક્રોપ ઝુંબેશ અંતર્ગત આંબા અને શાકભાજીમાં પ્રાકૃતિક ખેતી વિષય ઉપર જિલ્લા કક્ષાનો ખેડૂત સેમિનાર યોજાયો હતો.આ સેમિનારમાં ખેડૂતોને પ્રાકૃતિક રીતથી આંબા અને શાકભાજી પાક કઈ રીતે લઈ શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ હતું.
સેમિનાર દરમિયાન નાયબ બાગાયત નિયામકશ્રી ડી. કે. પડાળીયા દ્વારા આંબા પાકમાં લેવાની જરૂરી કાળજીઓ તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે બાગાયત અને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી, આત્મા સ્ટાફ, પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો તથા તાલુકાના અનેક ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
