તાપી જિલ્લાના યોગ કોચ ઉમેશભાઈ તામસેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન
વિશ્વ ધ્યાન દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ઉમેશભાઈને શ્રેષ્ઠ યોગ સેવા બદલ એવોર્ડ એનાયત
—
તાપી જિલ્લા વહીવટી તંત્રની નાગરિકોને નિ:શુલ્ક યોગ વર્ગમાં જોડાવા અપીલ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. :- ૨૧ ડિસેમ્બર ‘વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્થા દ્વારા રાજ્યકક્ષાના કાર્યક્રમ અને દીક્ષાંત સમારોહમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે શ્રેષ્ઠ યોગ સેવાઓ બદલ તાલુકા કોચશ્રી ઉમેશભાઈ તામસેને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરાયા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વ્યારાના શ્રીરામ તળાવ ખાતે શ્રી ઉમેશભાઈ દ્વારા ચલાવવામાં આવતા શ્રેષ્ઠ યોગ ક્લાસની ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત થયો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તાપી જિલ્લા વહીવટી તંત્ર શ્રી તામસેને અભિનંદન પાઠવે છે. વધુમાં, તાપી જિલ્લાના નાગરિકોને અપીલ કરે છે કે તેઓ યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતા નિ:શુલ્ક યોગ વર્ગોમાં જોડાઈને પોતાની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં વધારો કરે અને યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
