તાપી જિલ્લામાં ખોરાક સલામતી નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી
Foodજાન્યુઆરીથી ડિસેમ્બર–૨૦૨૫ દરમ્યાન ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ૫૨ કેસોમાં રૂ. ૨૬.૮૬ લાખનો દંડ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારિ) : તા.૧૯. તાપી જિલ્લામાં મદદનીશ કમિશ્નરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વ્યારા (જિ. તાપી)ની માર્ગદર્શન હેઠળ ફુડ સેફ્ટી ઓફિસરશ્રીઓ દ્વારા જિલ્લામાં કાર્યરત વિવિધ હોટેલો, રેસ્ટોરન્ટો તથા ખાણી-પીણીની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ ખાદ્ય પદાર્થ ચકાસણી માટે માન્ય લેબોરેટરીઓમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક ફૂડ સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ, મિસબ્રાન્ડેડ તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ના નિયમો મુજબ ખરા ન ઉતરતા હોવાનું પરીક્ષણ રિપોર્ટમાં નોંધાયું હતું.
આવી ખામીઓ અંગે સંબંધિત ફુડ સેફ્ટી ઓફિસરશ્રીઓ દ્વારા એડજ્યુડીકેટિંગ ઓફિસર તથા અધિક નિવાસી કલેક્ટરશ્રી, તાપી-વ્યારા ની કોર્ટમાં ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
જાન્યુઆરી–૨૦૨૫ થી ડિસેમ્બર–૨૦૨૫ દરમિયાન કુલ ૫૨ કેસોમાં રૂ. ૨૬,૮૬,૦૦૦/- (અંકે રૂપિયા છવ્વીસ લાખ છયાંસી હજાર પૂરાં) નો દંડ ફટકારવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખોરાક સલામતીના નિયમોનું કડક પાલન કરવા તથા જાહેર આરોગ્યની સુરક્ષા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
