વ્યારા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
સરદાર સાહેબના જીવનગાથાથી પ્રેરણાદાયી નાટ્ય પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬. :- ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા વ્યારાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં એક વિશેષ પ્રેરણાદાયી નાટ્ય પ્રસ્તુતિનું આયોજન કરાયું હતું.
આ નાટ્ય પ્રસ્તુતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સમગ્ર પ્રેરણાદાયી જીવનગાથાને નાટ્ય સ્વરૂપમાં ખૂબ જ પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવી હતી. જેના થકી રાષ્ટ્રનિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાન, તેમના દ્રઢ નેતૃત્વ અને દેશભક્તિના ભાવને અસરકારક રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી, તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી વિરલ ચૌધરી, વિવિધ કોલેજોના અધ્યાપકશ્રીઓ અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
