વાલોડમાં સગીર દિકરીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પિતાને 25 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વાલોડ પોલીસ સ્ટેશન ખાતે તા.૩૦/૦૬/૨૦૨૪ના રોજ દાખલ કરવામાં આવેલ પોસ્કો એક્ટ હેઠળના ગુના મુજબ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૧૧/૦૫/૨૦૨૪ દરમ્યાન વાલોડ તાલુકા ખાતે આવેલ આરોપી પિતાના રહેણાંક ઘરમાં આરોપી પિતાએ પોતાની સગીર વયની દિકરી આશરે ઉમર ૧૫ વર્ષની જે હોસ્ટેલમાં રહી ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે તે વેકેશનમાં પોતાના ઘરે વતનમાં આવતી હોય ત્યારે રાત્રીના સમયે ભોગ બનનારના પિતાએ અવાર નવાર પોતાની સગી દિકરી પાસે જઇ બળજબરીથી શારીરીક સબંધ બાંધી દુષ્કર્મ આચરતા ભોગ બનનાર સગીર વયની દિકરીને ગર્ભ રાખી ગુનો કર્યા અંગેની ફરિયાદ ભોગા બનનારની માતાએ આપેલ. જે ફરિયાદ શ્રી બી.બી. જાડેજા Pro.DYSP વાલોડ પો.સ્ટે. નાએ પોતાના રૂબરૂની લઇ ગુનો રજીસ્ટર કરી તપાસ શ્રી એમ.એ. સુમરા CPI વ્યારા સર્કલ વ્યારાને સોંપવામાં આવેલ અને તપાસ દરમ્યાન જરૂરી સચોટ પુરાવા એકત્રીત કરી આરોપી વિરુધ્ધ ગુનાની ચાર્જશીટ શ્રી એમ.એમ. ગીલાતર પોલીસ ઇન્સ્પેક્ટર વાલોડ પો.સ્ટે. દ્વારા કરવામાં આવેલ હતી.

તાપી જિલ્લાના સ્પેશ્યલ (પોક્સો) અને અધિક સેશન્સ જજશ્રીની સ્પેશ્યલ કોર્ટમાં સ્પે.પોક્સો કેસ નં.૦૬/૨૦૨૪ થી કેસની ટ્રાયલ ચાલતા જીલ્લા સરકારી વકીલ (સેશન્સ કોર્ટ તાપી) દ્વારા પોલીસ તપાસ દરમ્યાન એકત્રિત કરેલ પુરાવા તથા સાહેદોના લીધેલ નિવેદનો આધારે નામદાર કોર્ટમાં જુબાની તથા મેડીકલ અને સાયન્ટીફિક પુરાવા રજુ કરવામાં આવેલ. જે પુરાવા/દસ્તાવેજો નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી આ કામના આરોપીને ૨૫ (પચ્ચીસ) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦/-નો રોકડ દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક માસની કેદની સજા કરવામાં આવેલ છે તથા ભોગ બનનારને ધી ગુજરાત કંપેસ્નેશન સ્કીમ હેઠળ રૂ.૫,૦૦,૦૦૦/- પાંચ લાખ વળતર ચુકવવા ચુકાદો આપી આરોપીને પાકા કૈદી તરીકે વ્યારા સબજેલ થી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ટ્રાન્સફર કરવા નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

તપાસની કામગીરી કરનાર:-

શ્રી એમ.એ. સુમરા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વ્યારા સર્કલ વ્યારા. શ્રી એમ.એમ. ગીલાતર પોલીસ ઇન્સ્પેક્ટર વાલોડ પોલીસ સ્ટેશન. આ.પો.કો. મહેશભાઇ છોટુભાઇ (સી.પી.આઇ. વ્યારા). અ.હે.કો. રમેશભાઇ સુકદેભાઈ વાલોડ પો.સ્ટે. અ.પો.કો. યાકુબભાઇ આનંદભાઇ વાલોડ પોલીસ સ્ટેશન.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *