સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા પ્રમુખ કિરીટ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પ્રાથમિક સંઘની કારોબારી સભા સંઘનાં પ્રમુખ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સભાખંડ, સુરત ખાતે યોજવામાં આવી હતી. આ કારોબારી સભામાં હિસાબી અધિકારી મોરડીયાએ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, સાથેજ તેમણે કેટલાંક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કર્યુ હતું.
સદર કારોબારીમાં નિયત એજન્ડા મુજબની ચર્ચા કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ,
ગતસભાનું પોસેડીંગ વાંચન, PM આરોગ્ય કાર્ડ જિલ્લાનાં તમામ પ્રાથમિક શિક્ષકોને અપાવવા કાર્યવાહી બાબત, ૨૦૦૫ સુધીનાં કેસોને OPS માંથી GPF માં સમાવવા બાબત, નવરચિત તાલુકા અરેઠ અને અંબિકાનાં સૂચિત સંઘ બાબત વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખસ્થાનેથી કિરીટભાઈ પટેલે આગામી દિવસોમાં શિક્ષકોની ક્રિકેટ તેમજ વોલીબોલ ટુર્નામેન્ટનાં આયોજન બાબતે માહિતી આપી હતી. તેમનાં દ્વારા તાલુકા સંઘ તરફથી આવેલ પ્રશ્નોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. આ તકે સિનીયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, નાણાંમંત્રી પ્રવિણભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ ઈમરાનખાન પઠાણ, ઉપપ્રમુખ રતનસિંહ વસાવા, ઉપપ્રમુખ સંજયકુમાર સોલંકી, મહિલા ઉપપ્રમુખ રીના રોઝલીન, અનિલ ચૌધરી, દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મહામંત્રીઓ કારોબારી સભ્યો, પ્રચારમંત્રી હાજર રહ્યાં હતાં

રિપોર્ટ : વિજય પટેલ

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *