વાજપાઈ બેંકેબલ લોન યોજના હેઠળ નવા લઘુ ઉદ્યોગોનું ઉદ્ઘાટન કરી ગ્રામીણ રોજગાર સર્જનને પ્રોત્સાહન આપતા રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત

Contact News Publisher

હનુમંતિયા ઘમોડી રોડ પર નિર્માણ થનારા બોક્સ કલ્વર્ટનું રાજ્યમંત્રીશ્રીએ શ્રીફળ વધેરીને ખાતમુહૂર્ત કર્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪ :- સોનગઢ તાલુકાના હનુમંતિયા ચૌધરી ફળિયાના બે યુવાનોએ વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લઈને પોતાનો લઘુ ઉદ્યોગ શરૂ કર્યો છે.

આ તકે, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન શનિવારે હનુમંતિયા ચૌધરી ફળિયા ખાતે ઉપસ્થિત રહીને યુવાનો દ્વારા શરૂ કરાયેલા લઘુ ઉદ્યોગનું ઉદ્ઘાટન કરી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ અવસરે મંત્રી ડો. જયરામભાઈ ગામીતે સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સ્થાનિક યુવાનો અને ઉદ્યોગસાહસિકોને સ્વરોજગાર માટે સરકાર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

આ સાથે, હનુમંતિયા ઘમોડી રોડ પર નિર્માણ થનારા બોક્સ કલ્વર્ટનું રાજ્યમંત્રીશ્રીએ શ્રીફળ વધેરીને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકાર્યથી વિસ્તારના નાગરિકોનો વાહનવ્યવહાર સુગમ બનશે તેમજ ચોમાસા દરમિયાન થતી અવરજવરની મુશ્કેલીઓમાં ઘટાડો થશે.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલિમસિંહ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા, સરપંચશ્રી,સ્થાનિક આગેવાનો, અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *