વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળા ખાતે જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળામાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓની કચેરી તાપી તથા વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળાનાં સહયોગથી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન તા. 09/12/25 ને મંગળવારના રોજ કરવામાં આવ્યું.
સમારંભના અદયક્ષ સ્થાને શાળાનાં ટ્રસ્ટી માનનીયશ્રી શ્રી કેયુરભાઈ જે શાહ ઉપસ્થિત રહ્યા. તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી શ્રીમતી અમૃતાબેન ગામીત તથા પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી વિરલભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં શાળાની પ્રાર્થનાવૃન્દની વિદ્યાર્થિનીઓ દ્વારા સરસ્વતી માતાની વંદના કરવામાં આવી ત્યાર બાદઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શાળાનાં આચર્યશ્રી જય ડી વ્યાસ દ્વારા સમારંભના અદયક્ષ શ્રી કેયુરભાઈ જે. શાહનું પૂષ્પગુચ્છ થી ઉષ્મા ભર્યું મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી પ્રસંગોચિત ઉદ્દ્બોધન કર્યું. ત્યાર બાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી શ્રીમતી અમૃતાબેને પ્રસંગોચિત ઉદ્દ્બોધન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા. નિર્ણાયક તરીકે પધારેલ ધવલસિંહ સોલંકીએ પોતાના વ્યક્તવ્યમાં લોકસાહિત્યને આધીન કૃતિઓ વિશે માહિતગાર કર્યા.સભાના અધ્યક્ષ શ્રી કેયુરભાઈ જે. શાહ બાળકોને અભિનંદન પાઠવ્યા.
આ સ્પર્ધામાં અંદાજિત ૫૦૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં પ્રદેશકક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *