દેગામાની કોંકણવાડ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ટેકવૉનડુમાં જિલ્લા કક્ષાએ તૃતીય નંબરે ઝળકી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સંચાલિત કોંકણવાડ મુખ્ય પ્રાથમિક શાળા ,દેગામા તા-વાલોડની ધોરણ 4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રીષા અમિતભાઈ ચૌધરીએ તાજેતરમાં યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ટેકવૉનડુ અંડર 14 માં Lovesports india foundation દ્વારા હિરેનભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ટેકવૉનડુ સ્પર્ધામાં તૃતીય નંબર મેળવી શાળા તથા ગામનું નામ રોશન કર્યું છે. શાળા પરિવાર અને SMC કમિટીએ વિધાર્થિનીને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
