કોબા પ્રાથમિક શાળાને દાન સ્વરૂપે 15 પંખા પ્રાપ્ત થયા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ઉનાળા દરમિયાન ગરમીથી રાહત મળે તે હેતુસર ગામજનો દ્વારા કુલ 15 પંખા ભેટ આપવામાં આવેલ છે. શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલે તેમનાં યથાર્થ પ્રયાસો થકી માત્ર એકજ દિવસમાં ગામનાં વિવિધ દાતાઓ સાથે સંકલન કરીને જરૂરી પંખાની વ્યવસ્થા કરી પોતાનું શિક્ષકત્વ ઉજાગર કર્યુ હતું.
દાતાઓએ વિદ્યાર્થીઓનાં શિક્ષણ સાથે આરોગ્યલક્ષી સુવિધાને પ્રાથમિકતા આપીને સહર્ષ દાન આપ્યું હતું. પંખા મળતાં વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી. આ ઉમદા સેવાકાર્ય દ્વારા ગ્રામજનોની શાળા પ્રત્યેની લાગણી, સામૂહિક જવાબદારી અને શિક્ષણ પ્રત્યેની સકારાત્મક દૃષ્ટિ સ્પષ્ટ થાય છે. આ તકે ગામનાં સરપંચ દિલીપભાઈ પટેલ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
