ગુજકોસ્ટ સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા 12000 વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા દર વર્ષે નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા યોજવામા આવે છે. જેમાં રાજ્યના દરેક જિલ્લામાં કાર્યરત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓનું સ્ટેમ ક્વિઝમાં online registration કરવામાં આવે છે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ, ગુજરાત શિક્ષણ તાલીમ ભવન અને આદિજાતિ વિભાગના કમિશનરશ્રી ના પરિપત્ર થી જિલ્લાના શિક્ષણાધિકારીના વિશિષ્ટ સહયોગ અને પરિપત્ર થી જિલ્લાના આચાર્યોના સંપૂર્ણ સાથ સહકારથી જિલ્લાની દરેક બોર્ડ, દરેક માધ્યમોવાળી, કેન્દ્રીય નવોદય વિધાલય શાળાના વિદ્યાર્થીઓએ પોતાના વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ વધે તે ટેક્નોલોજીનો ઉદેશ્ય સિદ્ધ થાય તેથી તાપી જિલ્લાની શાળાએ શિક્ષકો, વાલીના પ્રયત્નોથી અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતન શાહ માર્ગદર્શનથી જિલ્લાના વિજ્ઞાન પ્રચારકો રણજીત ગામીત, પ્રકાશ ચૌધરી અને નીપૂના ચૌધરિ દ્વારા સ્ટેમ ક્વિઝ બાબતે સમજણ આપી જિલ્લામાં 12000 બાળકોનું સ્ટેમ ક્વિઝ 4.0 માં ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવી રાજ્યમાં આદિજાતિ જિલ્લામાં સરાહનીય કાર્ય કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
