સોનગઢના રાણીઆંબા ગામે ટાંકી ફળિયાંમાં પાણીની ટાંકીની પાસે વરલી મટકા-આંકડાનો જુગાર રમતા બે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, ) : ગઇ કાલ તા.૦૧/૧૨/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે સોનગઢ પો.સ્ટે. ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામને ખાનગી રાહે બાતમી મળેલ કે “રાણીઆંબા ગામે ટાંકી ફળિયાંમાં પાણીની ટાંકીની પાસે અજય સુમન ગામીત નામનો તથા કેટલાક ઇસમો મુંબઈથી નિકળતા વરલી મટકાના હારજીતના આંકડા ઉપર જુગાર રમાડે છે” જે બાતમી આધારે એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી- (૧) અજય સુમનભાઇ ગામીત ઉ.વ.૩૦ રહે.રાણીઆંબા ટાંકી ફળિયું તા.સોનગઢ (૨) ગૌરાંગભાઇ રાયસીંગભાઇ વસાવા ઉ.વ.૨૮ રહે-રાણીઆંબા બજાર ફળીયુ તા.સોનગઢ જી.તાપીને મુંબઈ થી નિકળતા વરલી મટકાના જુગારના આંકડાનો જુગાર રમી/રમાડી મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા અલગ અલગ દરની ચલણી નોટ રૂ.૧૨,૫૫૦/- તથા મો.સા. નંગ-૧ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૭૨,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક (૧) આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈ એલ.સી.બી. તાપી તથા પેરોલ/ફર્લો સ્કોડના અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
