વાલોડના સમાચારી ફળીયામાં સરકારી આવાસના મકાનના ઓટલા ઉપર જુગાર રમતાં સાત આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ કાલ તા.૦૧/૧૨/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય જેના ભાગરૂપે આજરોજ પેરોલ ફર્લો સ્ક્વોર્ડમાં ફરજ બજાવતા હે.કો. મહાવીરસિંહ નીરૂભા તથા હે.કો. હરપાલસિંહ અભેસિંહને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વાલોડ તાલુકાના સમાચારી ફળીયામાં સરકારી આવાસના મકાનના ઓટલા ઉપર કેટલાક ઇસમો પૈસા વત્તી પાનાનો હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી આધારે એ.એસ.આઇ.જયેશભાઇ લીલકીયાભાઇ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી- (૧) (૧) જીતેન્દ્ર કેશરભાઇ રાઠોડ, ઉ.વ.૩૪, રહે.સમાચારી ફળીયા વાલોડ તા.વાલોડ જી.તાપી (૨) વિશાલ સુનીલભાઇ રાઠોડ, ઉ.વ.૨૪, રહે.ઇદગાહ ફળીયા વાલોડ તા.વાલોડ જી.તાપી (૩) જયેશ રાજુભાઇ રાઠોડ, ઉ.વ.૩૦, રહે.ઇદગાહ ફળીયા વાલોડ તા.વાલોડ જી.તાપી (૪) શેફખાન સઇદખાન પઠાણ, ઉ.વ.૨૩, રહે.પાદર ફળીયા વાલોડ તા.વાલોડ જી.તાપી (૫) સુનીલભાઇ ઠાકોરભાઇ રાઠોડ, ઉ.વ.૩૦, રહે.સમાચારી ફળીયા વાલોડ તા.વાલોડ જી.તાપી (૬) આરીફ અબ્દુલવહાબ શેખ, ઉ.વ.૫૬, રહે.મદીના મંજીલ,ભવાની હોટલ પાસે વાલોડ તા.વાલોડ જી.તાપી (૭) ઐયાઝ રસીદ શેખ, ઉ.વ.૨૭, રહે.રોયલ પાર્ક સોસાયટી વાલોડ તા.વાલોડ જી.તાપી ગેરકાયદેસર રીતે પત્તા પાના ઉપર રૂપીયા વત્તી હાર જીતનો જુગાર રમતા જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપીયા ૧૬૦૦/- તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા ૮૫૩૦/-તથા પાંચ નંગ મોબાઈલની કિં.રૂ.૨૫૦૦૦/- તથા એક્સેસ મોપેડ નં. GJ-26-AH-8717 ની કિ.રૂ.૨૫૦૦૦/- મળી તમામ મુદ્દામાલની કિં.રૂ.૬૦,૧૩૦/- મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક (૧) આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો. મહાવીરસિંહ નીરૂભા તથા હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. અરૂણભાઇ જાલમસીંગએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *